Thursday 7 May 2015


         આંખોથી લઈશું કામ

        આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
        રૂપાળું છે એક  નામ હવે બોલવું નથી 
        આંખોથી લઈશું કામ 
  
        યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું
        કેવું  મળ્યું  ઇનામ  હવે બોલવું નથી
        આંખોથી લઈશું કામ 
        આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
  
        પૂછો ના પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો
        ચૂકવી દીધાં છે  દામ હવે બોલવું નથી 
        આંખોથી લઈશું કામ
        આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
  
        લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ
        શબ્દો   હવે   હરામ   હવે  બોલવું  નથી
        આંખોથી લઈશું કામ 
        આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
  
        આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
        રૂપાળું છે એક  નામ હવે બોલવું નથી 
        આંખોથી લઈશું કામ 
સ્વરઃ ભાસ્કર શુક્લ રચનાઃ ‘સૈફ’ પાલનપુરી સંગીત: મનોજ-વિમલ ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment