Tuesday 5 May 2015

સજન મારી પ્રીતડી

સજન મારી  પ્રીતડી  સદીઓ  પુરાણી
સજન મારી  પ્રીતડી  સદીઓ  પુરાણી
ભૂલી   ના   ભૂલાશે   પ્રણય   કહાણી
સજન  મારી  પ્રીતડી                  

જનમોજનમની પ્રીતિ  દીધી કાં વિસારી
જનમોજનમની પ્રીતિ  દીધી કાં વિસારી
પ્યારી   કરી  તેં   શાને  મરણ  પથારી
જલતા હૃદયની તેં તો  વેદના  ન જાણી
સજન  મારી  પ્રીતડી                   

ધરા પર  ઝૂકેલું ગગન  કરે  અણસારો
ધરા પર  ઝૂકેલું ગગન  કરે  અણસારો
મળશે  જીગરને  મીઠાં  અમીનો સહારો
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી

સજન મારી  પ્રીતડી  સદીઓ  પુરાણી
ભૂલી   ના   ભૂલાશે   પ્રણય   કહાણી
સજન  મારી  પ્રીતડી                  

સ્વર: મુકેશ
ગીતઃ કાંતિ અશોક
સંગીતઃ મહેશ-નરેશ
ચિત્રપટઃ જીગર અને અમી (૧૯૭૦)

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment