Saturday 9 May 2015


કોઈ ગોતી દેજો રે

કોઈ ગોતી દેજો રે કોઈ ગોતી દેજો રે

મારા  કાનકુંવરિયાની   ઝૂલણી
મારા શ્યામસુંદર વરની ઝૂલણી

સાવ રે સોના કેરી ઝૂલણી  ને માંહી રૂપા કેરા ધાગા
અવરલોકને પહોંખે નહિ મારા કાનકુંવરજીના વાઘા

મારા  કાનકુંવરિયાની   ઝૂલણી
મારા શ્યામસુંદર વરની ઝૂલણી

કોઈ ગોતી દેજો રે કોઈ ગોતી દેજો રે

મારા  કાનકુંવરિયાની   ઝૂલણી
મારા શ્યામસુંદર વરની ઝૂલણી

શેરીએ  શેરીએ  સાદ  પડાવું
ને   ઘર    ઘર   હાલું  જોતી
એ ઝૂલણીમાં બીજુ કાંઈ નથી
છે  મારું  એક કળાયેલ મોતી

મારા  કાનકુંવરિયાની   ઝૂલણી
મારા શ્યામસુંદર વરની ઝૂલણી

કોઈ ગોતી દેજો રે કોઈ ગોતી દેજો રે

મારા  કાનકુંવરિયાની   ઝૂલણી
મારા શ્યામસુંદર વરની ઝૂલણી

માતા જશોદાજી મહી વલોવે ને કાનો વળગ્યો કોટે
એ  રે  ઝૂલણીને  કારણીયે  મારો લાડકવાયો  રૂઠે

મારા  કાનકુંવરિયાની   ઝૂલણી
મારા શ્યામસુંદર વરની ઝૂલણી

કોઈ ગોતી દેજો રે કોઈ ગોતી દેજો રે

મારા  કાનકુંવરિયાની   ઝૂલણી
મારા શ્યામસુંદર વરની ઝૂલણી

સ્વરઃ આશા ભોસલે
સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ શામળશાનો વિવાહ (૧૯૭૬)

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment