Thursday 7 May 2015


ઓઢણીમાં ચિતર્યાં વ્હાલા

ઓઢણીમાં ચિતર્યાં  વ્હાલા  રંગ તારા પ્રેમના
આભલાં જડ્યાં છે  રૂડા એમાં તારા  નામના

ઓઢણીમાં ચિતર્યાં  વ્હાલા  રંગ તારા પ્રેમના
આભલાં જડ્યાં છે  રૂડા  એમાં તારા  નામના

મારકણી  ચાલ  જેની   રાત  આ  અષાઢની
ગીરનો એ સાવજ વહાલો માથે કાળી પાઘડી

યાદું   સતાવે  તારી   જાગું   આખી  રાતડી
ધબકે જોબનિયું  એમાં  લાગ્યો  રોગ  પ્રેમનો
અંગ   અંગ  લાગ્યો   રંગ  તારા  રે  પ્રેમનો

ઓઢણીમાં ચિતર્યાં  વ્હાલા  રંગ તારા પ્રેમના
આભલાં જડ્યાં છે  રૂડા એમાં તારા  નામના

વગડો  ધ્રૂજે   છે  આખો  તારા   ભડવીરથી
વરતે  રે   આણ   જેની   તીખી  તલવારથી
ઘાયલ થયો  આ સાવજ  પ્રીતિ કેરા બાણથી

સરર   સરર   છૂટે    તીર   તારી  આંખ્યુંથી
કાળજું   વિંધાયું    તારી   નજરુંના   તીરથી

ધબકે  જોબનિયું એમાં  લાગ્યો  રોગ  પ્રેમનો
અંગ   અંગ  લાગ્યો   રંગ  તારા  રે  પ્રેમનો

અંગ   અંગ  લાગ્યો   રંગ  તારા  રે  પ્રેમનો
અંગ   અંગ  લાગ્યો   રંગ  તારા  રે  પ્રેમનો
સ્વરઃ નિશા ઉપાધ્યાય અને પ્રફુલ્લ દવે ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment