Saturday 9 May 2015


      હું અમદાવાદનો રિક્ષાવાળો
હે… હે અલ્યા… હે બાજુ બાજુ… એ ભઈલા હું અમદાવાદનો રિક્ષાવાળો નવસો નવ્વાણું નંબરવાળો અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો એવી રિક્ષા હાંકુ, એવી રિક્ષા હાંકુ હેરત પામે ઉપરવાળો અમદાવાદ બતાવું ચાલો હું અમદાવાદનો રિક્ષાવાળો નવસો નવ્વાણું નંબરવાળો અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના મોટાં ખાય અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો અમદાવાદ બતાવું ચાલો હું અમદાવાદનો રિક્ષાવાળો નવસો નવ્વાણું નંબરવાળો અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો ભદ્ર મહીં બિરાજે રુડા માતા ભદ્રકાળી ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુ:ખ દે ટાળી માતા સૌના દુ:ખ દે ટાળી જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બૂટ ચોરવાવાળો! અમદાવાદ બતાવું ચાલો હું અમદાવાદનો રિક્ષાવાળો નવસો નવ્વાણું નંબરવાળો અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો રાત પડે ત્યારે માણેકચોકની અંદર જાફત ઊડે અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા શેઠ મજુર સૌ ઝૂડે દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો અમદાવાદ બતાવું ચાલો હું અમદાવાદનો રિક્ષાવાળો નવસો નવ્વાણું નંબરવાળો અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો લૉ-ગાર્ડન કે લવ ગાર્ડન એ હજુ યે ના સમજાય! પણ સાંજ પડે ત્યાં છોરા છોરી ફરવા બહાને જાય લૉ ને લવ ની અંદર થોડો થઈ ગયો ગોટાળો અમદાવાદ બતાવું ચાલો હું અમદાવાદનો રિક્ષાવાળો નવસો નવ્વાણું નંબરવાળો અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી પણ સાચો અમદાવાદી કોઈને કદી ન ઝૂકવાવાળો અમદાવાદ બતાવું ચાલો હું અમદાવાદનો રિક્ષાવાળો નવસો નવ્વાણું નંબરવાળો અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રિક્ષા કરતા ભાડે ભાઈ રિક્ષા કરતા ભાડે એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે અલ્યા મીઠો ઝઘડો માણે પણ એક બ્રેકના ફટકે કેવો કરીએ મેળ રૂપાળો અમદાવાદ બતાવું ચાલો હું અમદાવાદનો રિક્ષાવાળો નવસો નવ્વાણું નંબરવાળો અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો અમદાવાદ… અમદાવાદ… અમદાવાદ...
સ્વરઃ કિશોરકુમાર ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ મા-બાપ (૧૯૭૭) ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment