Tuesday 5 May 2015

મને કેર કાંટો વાગ્યો

ઓ  રાજ  રે  વાવડીનાં  પાણી   ભરવાં  ગ્યા'તાં
મને  કેર  કાંટો  વાગ્યો,  મને  કેર  કાંટો  વાગ્યો

ઓ  રાજ   રે     ઘરમાંથી     ઘંટીઓ     કઢાવો
મને લહેરક લહેરક થાય રે લહેરાકે જીવડો જાય રે

મને  કેર  કાંટો  વાગ્યો,  મને  કેર  કાંટો  વાગ્યો

ઓ  રાજ   રે    સુરતની   સાડીઓ     મંગાવો
એ   સાડીઓ   ફડાવો,   એના   પાટા   બંધાવો

મને  કેર  કાંટો  વાગ્યો,  મને  કેર  કાંટો  વાગ્યો

ઓ  રાજ   રે   ઘરમાંથી     ખાણીયા    કઢાવો
મને ધમક ધમક થાય રે  ધમકારે  જીવડો જાય રે

મને  કેર  કાંટો  વાગ્યો,  મને  કેર  કાંટો  વાગ્યો
લોકગીત સ્વરઃ ગીતા રોય ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment