Tuesday 5 May 2015

પાન લીલું જોયું ને
 
પાન લીલું  જોયું  ને તમે  યાદ આવ્યાં
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું  કોળ્યું  ને  તમે યાદ આવ્યાં

ક્યાંક  પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને  તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી  ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે  છે  કોઈ મહેરામણ રામ
સહેજ ચાંદની ઝલકી ને તમે યાદ આવ્યાં

કોઈ  ઠાલું મલક્યું  ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ  દીઠું  રામ
કોઈ  આંખે વળગ્યું  ને તમે યાદ આવ્યાં

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની  દુનિયામાંશોર થયો રામ
એક પગલું ઊપડ્યું  ને તમે યાદ આવ્યાં

સ્વર: હંસા દવે
ગીતઃ હરીન્દ્ર દવે
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

ક્લીક કરો અને સાંભળોઃ

[સાભારઃ http://www.mitixa.com]

No comments:

Post a Comment